સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કરો દાન, અનેક દોષોનું થશે નિવારણ

December 04, 2024

હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમજ અમાસની તિથિએ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે આ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. ત્યારે આવો જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી તમે પિતૃઓની સાથે સાથે મહાદેવની કૃપા મેળવી શકો છો.

ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમે સોમવતી અમાવસ્યા પર દૂધ, ખાંડ, સફેદ વસ્ત્રો વગેરેનું દાન કરી શકો છો. આમ કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આ ઉપરાંત તમામ કાર્યોમાં પણ સફળતા મળે છે.

સોમવારનો દિવસ ભગવાન શિવ તેમજ ચંદ્રમાને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તમે આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ, ચાંદી વગેરે જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. આમ કરવાથી મન સંબંધિત દોષો દૂર થાય છે અને ચંદ્ર ગ્રહ પણ બળવાન બને છે.

જો તમારા પર મંગળની મહાદશાની અસર હોય તો, તેના માટે તમે સોમવતી અમાવસ્યાના દિવસે મગ, ઘઉં, મસૂર, લાલ ચંદન અથવા જમીનનું દાન કરી શકો છો. બીજી બાજુ જો તમે શનિ દોષની અસર હેઠળ હોવ તો તેનાથી રાહત મેળવવા માટે તમારે તેલ, લોખંડની વસ્તુઓ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.

જો સોમવતી અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરવવામાં આવે તેમજ તમારી ક્ષમતા મુજબ દાન આપવામાં આવે તો, પિતૃઓ પ્રસન્ન થાય છે. અને આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, પાણી, દહીં, મધ, ગાયનું દૂધ, ગંગાજળ, કપડાં અને ભોજનનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ પિતૃ દોષથી પણ રાહત મળશે.