અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કરોડોના બંગલા પાણીમાં, 700 કરોડથી વધુના ડ્રેનેજ સ્ટ્રોમ વોટરના દાવા ધોવાયા
July 24, 2026
અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાના નામે વર્ષોથી 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના દાવાઓ વચ્ચે બે દિવસના વરસાદે ફરી એકવાર તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા બોપલમાં આવેલા કરોડોની કિંમત ધરાવતા પૂજન બંગ્લોઝ સહિત આસપાસના વિસ્તારોમાં ઘૂંટણથી ઉપર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, વાહનો પાણીમાં અટવાઈ ગયા છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશ સાથે ત્રાહીમામ મચી ગયો છે.
જે વિસ્તારમાં આધુનિક સુવિધાઓ અને ઉચ્ચસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દાવા કરવામાં આવે છે, ત્યાં થોડા કલાકના વરસાદમાં જ રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં મહાનગરપાલિકાના આયોજન અને ડ્રેનેજ વ્યવસ્થાની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
આ જળબંબાકારની સ્થિતિમાંથી શહેરના અતિ ધનિક અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ બચી શક્યા નથી. બોપલ અને આબલી જેવા હાઈપ્રોફાઈલ VIP વિસ્તારોમાં રહેતા કરોડોપતિ ઉદ્યોગપતિઓના આલીશાન બંગલાઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઘરના ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ અને ગાર્ડનમાં પાણી ફરી વળતા ભારે નુકસાન પહોંચ્યું છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ એટલી કફોડી બની હતી કે આ ઉદ્યોગપતિઓને પોતાના કરોડોના બંગલા છોડીને અન્ય સુરક્ષિત સ્થળે કે હોટલોમાં રહેવા જવા મજબૂર બનવું પડ્યું છે.
Related Articles
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત...
Aug 19, 2026
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપ...
Aug 19, 2026
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમાં 1649 ડ્રગ્સ કેસ નોંધાયા છતાં માત્ર 76ને સજા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમા...
Aug 19, 2026
Trending NEWS
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026