પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર્મી જ શાસન કરી રહી છે : ઈમરાન ખાન
May 30, 2023

આર્મી અને સરકાર સાથે બે મોરચે જંગ લડી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને હવે કહ્યુ છે કે, પાકિસ્તાનમાં સીધી કે આડકતરી રીતે 75 વર્ષથી આર્મીનુ જ શાસન છે. સેનાને દેશ ચલાવવા સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં રહેવુ એ મૂર્ખાઓના સ્વર્ગમાં રહેવા બરાબર છે. દેશ સમક્ષ જે પડકારો છે તેના પર ધ્યાન આપવાની જગ્યાએ મારી પાર્ટી સાથે જોડાયેલા મુદ્દાઓને જગાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની ફાસીવાદી સરકાર કાયદા કાનૂને નેવે મુકી છે. આ સરકારે અગાઉના શાસક પરવેઝ મુશરફના માર્શલ લોને શરમાવે તેવી તાના શાહી શરૂ કરી છે. જેનો એક માત્ર હેતુ મારી પાર્ટી તહેરિક એ ઈન્સાફને કચડી નાંખવાનો છે. ઈમરાનખાને કહ્યુ હતુ કે, પાકિસ્તાનની ઈકોનોમી રસાતાળમાં જઈ રહી છે. ઓપન માર્કેટમાં ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો 315 પર પહોંચી ગયો છે. જેમની પાસે ઓળખપત્ર નથી તેમને તો એક ડોલરના 320 રૂપિયા આપવા પડે તેવી સ્થિતિ છે. સરકારી રેટ અને ઓપન માર્કેટમાં ડોલરના રેટમાં 30 રૂપિયાનો ફરક છે. પાકિસ્તાનમાં સ્થાનિક સ્તરે કે વિદેશમાંથી કોઈ રોકાણ થઈ રહ્યુ નથી. પરિણામે દેશની જીડીપી ઘઠશે અને દેશ બદતર તથા ભીષણ મોંઘવારીનો સામનો કરશે. પૂર્વ પીએમે કહ્યુ હતુ કે, સરકારમાં બેઠેલા નેતાઓ પાસે અબજો ડોલર પડ્યા છે. સવાલ છે કે, દેશની સરકાર દેશને સંપૂર્ણ પણે આર્થિક તબાહી તરફ ધકેલવાની મંજૂરી કેવી રીતે આપી રહી છે? આ પહેલા પણ ઈમરાન ખાને જેલમાં પૂરાયેલા પોતાના સમર્થકો પર દુર્વ્યવહારનો અને મહિલા સમર્થકોનુ શોષણ કરવાનો આરોપ પણ સરકાર પર મુકયો હતો.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025