પરિણીતીએ લગાવી રાઘવના નામની મહેંદી, ફંક્શનની પહેલી તસવીર આવી સામે

September 20, 2023

નવી દિલ્હી: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફંક્શન દિલ્હીમાં શરૂ થઈ ગયા છે. 19 સપ્ટેમ્બરના રોજ બંનેની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. પરિણીતી અને રાઘવ ગુરુદ્વારામાં બેઠેલા નજર આવી રહ્યા છે અને તેમને આખો પરિવાર પણ ત્યાં હાજર છે. એક્ટ્રેસના હાથમાં મહેંદી નજર આવી રહી છે. બંનેએ આ દરમિયાન પેસ્ટલ કલરના આઉટફિટ્સ પહેર્યા છે. આ તસવીરને પરિણીતીના ફેન ક્લબે શેર કર્યો છે. જોકે, તેમને ભલે એક જ ફોટો હોય પણ તેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. દિલ્હીમાં રાઘવના ઘર પર ટાઈટ સિક્યોરિટી છે. જેના કારણે ફોટો અને વીડિયો બહાર આવવા મુશ્કેલ છે. દિલ્હીમાં લગ્ન પહેલાના ફંક્શન થશે અને ત્યારબાદ તેઓ 23 સપ્ટેમ્બરના રોજ બંને ઉદયપુર માટે રવાના થશે. ત્યાં પહોંચ્યા બાદ પરિણીતીની ચૂડા સેરેમની થશે. તેના આગામી  દિવસે એટલે કે, 24 સપ્ટેમ્બરના રોજ રાઘવની સેહરાબંધી થશે. એજ દિવસે બપોરે રાઘવ પોતાની દુલ્હનિયાને લેવા માટે જાન લઈને જશે. ત્યારબાદ એજ દિવસે રિસેપ્શન પણ યોજાશે. તેમના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે. ઉદયપુરમાં લગ્નના તમામ ફંક્શન બાદ ફરી ચંદીગઢની તાજ હોટેલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે જેમાં નજીકના મિત્રો અને સબંધીઓ સામેલ થશે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં પણ એક રિસેપ્શન યોજાશે જેમાં રાઘવના રાજકારણ વાળા મિત્રો સામેલ થશે. તેમાં અનેક નેતાઓ નજર આવશે.