પ્રમુખ ટ્રમ્પનાં હેલિકોપ્ટર સાથે યાત્રી વિમાન અથડાતું રહી ગયું : ટ્રમ્પનો બાલ બાલ બચાવ
August 07, 2026
વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટર 'મરિન વન' અને એક યાત્રી વિમાન વચ્ચે ટક્કર થતાં થતા બચી ગઈ. હવે તે ઘટના અંગે તપાસ શરૂ થઈ છે. પ્રમુખ ટ્રમ્પ હવામાં એક ગંભીર અકસ્માતમાં બચી ગયા. વૉશિંગ્ટન ઉપરના આકાશમાં બંને વિમાનો વચ્ચે માત્ર એક માઇલ જેટલું અંતર રહ્યું હતું. આ મામલાની ગંભીરતા જોઈ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફ.એ.એ.) અને નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડે ઘટનાની તપાસ હાથ ધરી છે.
મંગળવારે બપોરે આશરે ૨-૩૦ વાગે (અમેરિકી સમય મુજબ) ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાના 'મરિન વન' હેલિકોપ્ટર દ્વારા વ્હાઇટ હાઉસમાંથી એન્ડ્રુઝ એરફોર્સ બેઝ તરફ જઈ રહ્યા હતા ત્યાંથી તેઓને આગળ કેલિફોર્નિયા જવાનું હતું. તે સમયે રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટથી અમેરિકન એરલાઇન્સની સબસીડીયરી કંપની એમ.વાય. એરના એક એમ્બ્રેયર ઇ-૧૭૦ યાત્રી વિમાને ઉડાન ભરી. તે દરમિયાન બંને વિમાનો એકબીજાની એકદમ નજીક આવી ગયા હતા. જેને એવિએશનની ભાષામાં 'લૉસ-ઓફ સેપરેશન' કહેવામાં આવે છે.
રીપોર્ટ પ્રમાણે બંને વિમાનો વચ્ચેનું અંતર હોરિઝેન્ટલ માત્ર ૦.૮ માઇલ (આશરે ૧.૨ કિ.મી.) અને વર્ટિકલ અંતર માત્ર ૭૦૦ ફીટ જ રહ્યું હતું. જ્યારે સલામતી નિયમો પ્રમાણે બે વિમાનો વચ્ચે ઓછામાં ઓછું ૧.૫ માઇલ હોરિઝેન્ટલ અને ૫૦૦ ફીટનું વર્ટિકલ અંતર રહેવું જોઈએ.
આ સમગ્ર ઘટનાનું મૂળ કારણ કંટ્રોલમાં થયેલી ગરબડ હોવાનું માનવામાં આવે છે તેવું જાણવા મળે છે કે, મરીન વને ઉડાણ ભરતા પહેલા ત્રણ પહેલાં ટાવરને ત્રણ વખત પોતાની સ્થિતિ અંગે ત્રણ વખત સૂચના આપવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ સંભવત: અવાજ સ્પષ્ટ ન હોવાથી આ સંદેશ કન્ટ્રોલર સુધી બરોબર પહોંચ્યો ન હતો અને હેલિકોપ્ટર આગળ વધ્યું, દરમિયાન કન્ટ્રોલ ટાવરે યાત્રી વિમાનને પણ ઉડાણ ભરવાની મંજૂરી આપી દીધી.
આ ઘટના અંગે વ્હાઇટ-હાઉસ પ્રવક્તા કુશ દેસાઈએ સ્પષ્ટતા કરી કે, 'પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારેય ખતરામાં હતા જ નહીં.' આગળ જતા કહ્યું કે, 'મરીન વન' દુનિયાના શ્રેષ્ઠ પાયલોટ્સ પૈકીના પાયલોટ્સ દ્વારા ઉડાડવામાં આવે છે. પ્રમુખ ટ્રમ્પ ક્યારે પણ ખતરામાં હતા જ નહીં.
અમેરિકી મરિન કોપર્સના પ્રવક્તા કેપ્ટન જેકબ સગે પણ કોઈ મોટી ભૂલ થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો. અને કહ્યું હતું કે, આ એક નિયમિત ઉડાન હતું. વૉશિંગ્ટન નેશનલ ટાવરે ન તો હેલિકોપ્ટરને રોકાવા કહ્યં કે ન તો રસ્તો બદલવા કહ્યું હતું.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026