અમદાવાદમાં પ્લેન ક્રેશ : તમામ 242 મુસાફરોના મોતની આશંકા, કોઈના બચવાની આશા નહીં
June 12, 2025

અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટનામાં કોઈપણ મુસાફર બચ્યું નથી. રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી મોતનો ચોક્કસ આંકડો આવ્યો નથી.
આ મોટી હસ્તી પણ ફ્લાઈટમાં સવાર હતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા, અને તેમનો પરિવાર પણ આ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર હતો. તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં.
1.40 વાગ્યે બનેલી આ ભયાવહ દુર્ઘટનાની બચાવ કામગીરી હજુ ચાલુ છે. એનડીઆરએફ, બીએસએફ સહિતની સુરક્ષા ટુકડી અને 40થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તૈનાત છે. તમામ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સતત સેવામાં હાજર છે. સંભવિત તમામ બચાવ કામગીરી ચાલી રહી છે.
પુતિને પણ શોક વ્યક્ત કર્યો
રશિયાના પ્રમુખ પુતિને પણ અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂને સંવેદના સંદેશ પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ હતું. આ હ્યદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં પુતિને કહ્યું કે, રશિયા આ કપરાં સમયમાં ભારતની સાથે છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરુ છું.
અમદાવાદ એરપોર્ટ ફરી કાર્યરત
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ થોડા સમય માટે એરપોર્ટની કાર્યવાહી અટકાવાયા બાદ ફરી એકવાર ફ્લાઈટોનું સંચાલન શરૂ કરાયાની માહિતી મળી રહી છે.
Related Articles
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટ...
Jul 01, 2025
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત...
Jul 01, 2025
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્ય...
Jul 01, 2025
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્...
Jun 30, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે...’
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સ...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025