PM નરેન્દ્ર મોદી ચપટી વગાડતા યુદ્ધ સમાપ્ત કરાવી શકે છે : જેલેન્સકી

October 28, 2024

અઢી વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ચ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.  ઝેલેન્સકીએ કહ્યું કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે આ કોઈપણ યુદ્ધમાં તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ભારતનો પ્રભાવ પણ દર્શાવે છે.   

પત્રકારોના એક સવાલના જવાબમાં વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત કરવાની શક્યતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ઝેલેન્સકીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતમાં વાતચીતની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અલબત્ત, ભારતમાં આ થઈ શકે છે અને પીએમ મોદી વાસ્તવમાં આ કરી શકે છે.