દિલ્હીમાં શપથ ગ્રહણની તૈયારી, 9 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ
February 14, 2025
દિલ્હી : દિલ્હીને આગામી સપ્તાહે નવા મુખ્યમંત્રી મળવાનો આશાવાદ છે. વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપે નવ ધારાસભ્યોની યાદી તૈયાર કરી છે. વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ બાદ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે.
વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ભાજપના અન્ય ટોચના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે પસંદગી કરવામાં આવશે. ભાજપે દિલ્હી વિધાનસભામાં 70માંથી 48 બેઠક પર જીત મેળવી છે. જેમાંથી મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને સ્પીકર બનાવવા માટે પસંદગી કરવા નવ ધારાસભ્યોની યાદી તૈયાર કરાઈ છે. આ મુદ્દે ધારાસભ્યોની આગામી બેઠક 17 કે 18 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપની આક્રમક જીત બાદ વડાપ્રધાન મોદી 10 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે હતા. જેના લીધે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહની તારીખ લંબાવવામાં આવી હતી. પીએમ મોદી ભારત આવવા રવાના થયા છે. આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચશે. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રીની પસંદગી અને મંત્રી પદોની ફાળવણી પર નિર્ણય લેવાશે.
ભાજપે કોઈપણ દિગ્ગજ નેતાના ચહેરા વિના જ દિલ્હીમાં જીત મેળવી હતી. દિલ્હીમાં મુખ્યમંત્રી માટે અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માની પસંદગી થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. આ સિવાય ભાજપ નેતા સતિશ ઉપાધ્યાય, આશિષ સુદ અને જિતેન્દ્ર મહાજનનું નામ પણ સીએમ રેસમાં સામેલ છે. વિજેન્દ્ર ગુપ્તાને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ નિષ્ણાતો આપી રહ્યા છે.
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખા...
Oct 27, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026