સામંથાની પ્રોડયૂસર તરીકે પહેલી ફિલ્મ રીલિઝ માટે તૈયાર

March 17, 2025

મુંબઇ: એકટ્રેસ સામંથા રુથ પ્રભુ હવે ફિલ્મ પ્રોડયૂસર પણ બની ચૂકી છે. તેણે પોતાની  પ્રોડયૂસર તરીકેની પહેલી ફિલ્મ 'શુભમ' રીલિઝ માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે. સામંથાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક થ્રીલર કોમેડી હશે. તેમાં રોજબરોજના પ્રશ્નો વણી લેવાયા છે. સામંથાએ પોતાની પ્રોડક્શન કંપનીને ત્રલાલા મુવિંગ પિકચર્સ એવું નામ આપ્યું છે. તેેણે વચન આપ્યું છે કે પોતે આ બેનર હેઠળ મનોરંજક અને વિચારપ્રેરક ફિલ્મોનું સર્જન કરતી રહેશે. 'પુષ્પા'માં આઈટમ સોંગ વખતે સામંથાની કારકિર્દી ટોચ પર પહોંચી ચૂકી હતી જોકે, બાદમાં ઓટો ઈમ્યૂન ડીસીઝને કારણે તેણે એક્ટિંગમાં બ્રેક લેતાં તેની કારકિર્દીનાં વળતાં પાણી થયાં છે. છેલ્લે તે ઓટીટી સીરિઝ 'સીટાડેલ હની બની'માં દેખાઈ હતી. હાલ સામંથા દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે રિલેશનશિપમાં હોવાનું ચર્ચાય છે.