ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી, ઈરાનનો ખતરનાક પ્લાન, બ્રિટનની એજન્સીઓનો ધડાકો
October 28, 2024

ઈરાન હવે ઈઝરાયલ સામે બદલો લેશે, તે નિશ્ચિત છે, પરંતુ આ વખતે ઈરાન અમેરિકા સામે પણ બદલો લેશે. ઈરાન અને તેના પ્રોક્સીઓ અરેબિયામાં અમેરિકાના સૈન્ય મથકને નષ્ટ કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટથી ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ અને તેની સેનાની ખતરનાક પ્લાન બનાવી છે. અહેવાલો અનુસાર, ઈરાન માત્ર મિસાઈલથી ઈઝરાયલ પર હુમલો નહીં કરે પરંતુ ઈઝરાયલની બહાર પોતાના ટાર્ગેટને પણ બ્લાસ્ટ કરી શકે છે. ઈરાને ઈઝરાયલની સાથે અમેરિકાને પણ નુકસાન પહોંચાડવાનો પ્લાન તૈયાર કર્યો છે. ઈરાન ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરી શકે છે. અમેરિકા અને યુરોપમાં ઈઝરાયલની દૂતાવાસો જોખમમાં છે. અરેબિયામાં અમેરિકન મિલિટરી બેઝ પર પણ હુમલો કરી શકે છે. ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે એક સાથે ત્રણ મોરચા ખોલવા જઈ રહ્યું છે. ઈરાનના સ્લીપર સેલ અને આત્મઘાતી બોમ્બર અમેરિકા અને યુરોપમાં હુમલા કરશે. ઈરાને ઘણાં દેશોમાં હાજર તેના સ્લીપર સેલને સક્રિય કરી દીધા છે. આત્મઘાતી બોમ્બરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઈઝરાયલની અંદર આત્મઘાતી બોમ્બરોને વીવીઆઈપી લોકોને મારવાનું કામ સોંપવામાં આવ્યું છે, જ્યારે ઈઝરાયલની બહારના સ્લીપર સેલને ઈઝરાયેલની એમ્બેસીને ઉડાડવાની જવાબદારી આપવામાં આવી છે. બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સીના અહેવાલની પુષ્ટિ તે સમયે કરવામાં આવી હતી, જ્યારે તેલ અવીવમાં આત્મઘાતી હુમલા શરૂ થયા હતા. ઈઝરાયલની સેનાએ ઈરાનમાં જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાનના આત્મઘાતી હુમલા ઈઝરાયલમાં શરૂ થયા. તેલ અવીવમાં એક ટ્રક ડ્રાઈવરે ઈઝરાયલી સૈનિકોને તેની ટ્રકથી કચડીને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના તેલ અવીવમાં ગ્લીલોટ મિલિટરી બેઝ નજીક બની હતી. એવી આશંકા છે કે ઈરાની આત્મઘાતી બોમ્બરે બેઝ પાસે હાજર સૈનિકો પર ટ્રક ઘુસાડી દીધી હતી. આ હુમલામાં લગભગ 10 જવાનો શહીદ થયા હતા. જ્યારે 50થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઘણાં સૈનિકોની હાલત નાજુક છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે. ઈઝરાયલના સૈનિકોએ ટ્રક ડ્રાઈવરને ગોળી મારીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
Related Articles
પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રખાયો, અંતિમ સંસ્કાર શનિવાર તા. 26 એપ્રિલે યોજાશે
પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીન...
Apr 23, 2025
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા ભારત સાથે ઉભુ છે
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદ...
Apr 23, 2025
ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હુમલા કરાવતો હતો : કાશ પટેલ
ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હ...
Apr 23, 2025
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે કેસ કર્યો, કહ્યું ‘મનમાની નહીં ચાલે’
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે...
Apr 22, 2025
પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ
પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિ...
Apr 21, 2025
Trending NEWS

પહેલગામ ફરવા ગયેલા સુરતના એક વ્યક્તિનું મોત
22 April, 2025

આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમ...
22 April, 2025

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો હુ...
22 April, 2025

ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડા...
22 April, 2025

UPSCનું પરિણામ જાહેર, ટોપ-30માં 3 ગુજરાતી
22 April, 2025

'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે', રા...
22 April, 2025

'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને...
22 April, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલ...
22 April, 2025

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્...
22 April, 2025

જેડી વાન્સે પરિવાર સાથે આમેર કિલ્લો, હવા મહેલની મુ...
22 April, 2025