ઈઝરાયલ પર હુમલાની તૈયારી? ઈરાને 800 બેલેસ્ટિક મિસાઈલો માટે ચીન સાથે કરી ડીલ
June 06, 2025

ઈઝરાયલ : ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી વાતચીત દરમિયાન ઈરાને ચીન સાથે બેલિસ્ટિક મિસાઈલોનો મોટી ડીલ કરી છે. અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં કહ્યું હતું કે, ઈરાન પોતાના સૈન્ય ક્ષમતાઓને ફરીથી મજબૂત બનાવવાની કોશિશ હેઠળ ચીનના હજારો ટન બેલિસ્ટિક મિસાઈલ સામગ્રી પહોંચાડવાનો ઓર્ડર આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાને જે રીતે આટલી મોટી માત્રામાં ઓર્ડર આપ્યો છે, અને સામગ્રીનો જથ્થો પૂરો પાડવામાં આવે તો તે 800 બેલિસ્ટિક મિસાઈલો તૈયાર કરી શકે છે.
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું, કે આવનારા થોડા મહિનામાં ચીન ઈરાનને આ માલ સામગ્રી પૂરી કરવાનું છે. આ ઓર્ડરમાં અમોનિયન પરફ્લોરેટ (Ammonium Perchlorate) સામેલ છે, જે બેલિસ્ટિક મિસાઈલો માટે ઉપયોગ કરવામાં આવતાં ઘન ઈંધણનું એક મુખ્ય ઘટક છે. સુત્રોએ સંકેત આપ્યો હતો કે, આ સામગ્રી 800 મિસાઈલોને ઈંધણ આપી શકે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક અમોનિયમ પરક્લોરેટ ઈરાન સાથે જોડાયેલા લશ્કરી જૂથોને પણ મોકલી શકાય છે. આ લશ્કરી જૂથમાં યમનના હુતી બળવાખોરોનો પણ સમાવેશ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, આ પગલાથી ઈરાનને પોતાના પ્રાદેશિક પ્રભાવને મજબૂત કરવા અને પોતાની મિસાઈલ શસ્ત્રાગારને ફરીથી બનાવવામાં મદદ મળશે.
Related Articles
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સિંધુ જળ સંધિ બહાલ કરવા કર્યો આગ્રહ, જુઓ શું કરી દલીલ
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સ...
Jul 01, 2025
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લોકોના મોત, 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લ...
Jul 01, 2025
'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા તૈયાર રહેજો..' મસ્કના ખુલ્લા પડકાર સામે ટ્રમ્પની ધમકી
'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા ત...
Jul 01, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામ...
Jun 30, 2025
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્...
Jun 30, 2025
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રો...
Jun 30, 2025
Trending NEWS

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025