'પુષ્પા' ફેમ એક્ટરની પોલીસ દ્વારા ધરપકડ, મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

December 07, 2023

હૈદરાબાદથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બ્લોકબસ્ટર પેન-ઇન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'માં અલ્લુ અર્જુનના મિત્રોનો પાત્ર ભજવનાર એક્ટર જગદીશ પ્રતાપની પંજાગુટ્ટા પોલીસે ધરપકડ કરી હતી. તેના પર એક જુનિયર આર્ટિસ્ટને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

જગદીશ પ્રતાપ એક જુનિયર આર્ટિસ્ટ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આ જુનિયર આર્ટિસ્ટે 29 નવેમ્બરે આત્મહત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ મહિલાના મોત માટે જગદીશને જવાબદાર ગણાવ્યો હતો. ફરિયાદ અને તપાસના આધારે ગઈકાલે પુષ્પા ફેમ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક પણ એક કલાકાર હતી અને તેણે કેટલીક શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું.