રાહુલ ગાધી મોડાસામાં પહોંચ્યા, કહ્યું : ગુજરાતમાં કોંગ્રેસ લડશે અને જીતશે, ઉપરથી કોઈ આદેશ નહીં આવે

April 16, 2025

Rahul Gandhi: રાહુલ ગાંધી આજે મોડાસા પહોંચ્યા છે. તેમણે આ દરમિયાન સ્ટેજ પર હાજર મહાનુભાવો સહિત તમામ કોંગ્રેસી કાર્યકરોને સંબોધતાં ગુજરાતમાં કોંગ્રેસના લડાયક મૂડ વિશે સંકેત આપી દીધા. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકરો-નેતાઓના વખાણ કરતાં તેમને મજબૂત ગણાવ્યા હતા.

રાહુલ ગાંધીએ મોડાસામાં કોંગ્રેસ નેતાનું સંબોધન કરી રહ્યા છે. તેમણે આ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે પરંતુ, બે-ત્રણ અબજોપતિને બધી સંપત્તિ આપવામાં આવી રહી છે. તમે જ મોકલેલા છે. તેમના માટે બધી જ સુવિધા છે. જે એમને જોઈએ તે તેમને મળી જાય છે.

ભલે તે એરપોર્ટ હોય, પોર્ટ હોય, સિમેન્ટ હોય, ઈન્ફ્રાસ્ટ્ર્કચર હોય બધું તેમના હાથમાં જઈ રહ્યું છે અને ગુજરાત સહિત આખા દેશની જનતા બસ જોઈ રહી છે. દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે.   બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે.