Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

'કોંગ્રેસ અધ્યક્ષ એક્શન લો...', CWCમાં રાહુલ ગાંધી ખુલીને બોલ્યા, ચૂંટણી પરાજય અંગે થઈ ચર્ચા

November 30, 2024

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ કાર્ય સમિતિ(CWC)ની બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટપણે કહ્યું કે, હવે જવાબદેહી નક્કી કરવામાં આવશે અને કડક નિર્ણય લેવામાં આવશે. ખડગેએ ઈવીએમને લઈને પણ નિવેદન આપ્યું અને કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે 'ગંભીરરૂપે ચેડા' કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ જલ્દી જ દેશવ્યાપી તેનું આંદોલન શરુ કરશે.  કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીને (ઈવીએમ) ચૂંટણી પ્રક્રિયા શંકાસ્પદ બનાવી દીધી છે અને આવી સ્થિતિમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવું ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે દેશની રાજકીય સ્થિતિ પર અને મહારાષ્ટ્ર તેમજ હરિયાણા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ દેખાવના કારણો વિશે ચર્ચા કરી, જેમાં ઘણાં નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો. કાર્ય સમિતિએ નિર્ણય લીધો છે કે, ચૂંટણી પ્રક્રિયા સાથે થઈ રહેલા 'ગંભીર ચેડા' સાથે જોડાયેલી ચિંતાને રાષ્ટ્રીય આંદોલનના રૂપે ઉઠાવવામાં આવશે. પાર્ટીએ કહ્યું કે, આ મુદ્દા પર INDIA ગઠબંધનની પાર્ટીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. પાર્ટી પ્રમુખ ખડગેએ કહ્યું કે, ચૂંટણીની હારને ધ્યાને રાખીને કડક નિર્ણય લેવા પડશે અને જવાબદેહી પણ નક્કી કરવી પડશે. નેતાઓએ ચૂંટણી પરિણામથી શીખ લેવી જોઈએ. ખડગેનું માનવું છે કે, EVMએ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી દીધી છે. કાર્યકર્તાઓને પ્રશ્ન પૂછતાં ખડગેએ કહ્યું કે, પાર્ટીના રાજ્ય નેતા વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય નેતાઓ પર ક્યાં સુધી નિર્ભર રહેશે? વળી, રાહુલ ગાંધીએ પાર્ટીના ખરાબ પરિણામોને ધ્યાને લઈને ખડગેને કડકાઈથી કામ કરાવવાનો આગ્રહ કર્યો છે. જ્યારે ચૂંટણીને લઈને જવાબદેહી નક્કી કરવાની વાત થઈ રહી હતી તો રાહુલ ગાંધીએ કહ્યું, 'ખડગે જી, એક્શન લો.' વિચાર-વિમર્શ દરમિયાન, અમુક નેતાઓએ ઈવીએમના વિરોધમાં પાર્ટી પ્રમુખના વલણની વિરોધમાં જતા નેતાઓની ટીકા કરી અને કહ્યું કે, તેનાથી નેતૃત્ત્વ દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાની છબી ખરાબ થાય છે. ખડગે દ્વારા ઈવીએમ અને ચૂંટણી પ્રક્રિયા પર શંકા વ્યક્ત કર્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઈવીએમના પક્ષમાં વાત કરી હતી.