Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

'પક્ષપાત અને ઉતાવળમાં કાર્યવાહી કરી..' સંભલમાં હિંસા મામલે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

November 25, 2024

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતા મોટી બબાલ થઇ હતી. ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. તેમજ પોલીસે જણાવ્યું કે આ હિંસા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારામાં ચાર લોકોના મોત થયા હતા અને કુલ 20 લોકો ઘાયલ થયા હતા. આ મામલા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે X પર લખ્યું છે કે, 'ઉત્તર પ્રદેશ સંભલના તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે.' આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે, 'તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા - જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપનો સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો છે. તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી.' રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને ન્યાય કરે. મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.'