ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
August 21, 2026
ભાવનગર- ભાવનગરના ચર્ચિત નકલી દારૂકાંડમાં ગુજરાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા રઈસ ઉર્ફે રઈસ અહમદ ગાસી બાબુ અન્સારીની પોલીસે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી અટકાયત કરી ધરપકડ કરી લીધી છે. ઘટના બાદ મધ્યપ્રદેશમાં છુપાઈ ગયેલા રઈસને લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુજરાત પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો, જ્યાં શુક્રવારે(21 ઓગસ્ટ) કડક સુરક્ષા વચ્ચે તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે નકલી દારૂના કૌભાંડનું મૂળ, તેનું કેમિકલ નેટવર્ક, ઉત્પાદન અને સપ્લાય ચેઇનની ઊંડી તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને આરોપી રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય મોટા માથા અને આંતરરાજ્ય નેટવર્કના પર્દાફાશ થવાની શક્યતા છે.
ભાવનગર નકલી દારૂકાંડમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 31થી વધુ દર્દીઓ ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન ગત 21 ઓગસ્ટે 13 આરોપીને 14 દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે હવે ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસને ભોપાલથી ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Related Articles
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો જવાબ
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં...
Sep 12, 2026
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકારને 1 વર્ષમાં 21,992 કરોડની ધરખમ આવક
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકા...
Sep 12, 2026
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભી...
Sep 09, 2026
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્...
Sep 08, 2026
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર...
Sep 08, 2026
Trending NEWS
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026