સલમાનના બિગ બોસમાં ભાગ લેવા રાજ કુન્દ્રાએ 30 કરોડની માગણી કરી

September 24, 2022

મુંબઇ : સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેવા માટે રાજ કુન્દ્રાએ ૩૦ કરોડની અધધ ફી માગી હોવાના અહેવાલો છે. જોકે, સર્જકોએ રાજને તેની ફી ઘટાડવા જણાવ્યું છે. રાજના દાવા અનુસાર પોતે આ મહેનતાણાંનો ઉપયોગ અંગત હેતુ માટે નહીં કરે પરંતુ એક એનજીઓને દાનમાં આપી દેશે. તેણે બિગ બોસના સર્જકો સાથે શરત મુકી છે કે પોતાને એક-બે એપિસોડ નહી ંપણ લાંબા સમય માટે રહેવા દેવામાં આવે.  રાજ વાસ્તવમાં આ શો થકી પોતાની ઈમેજ સુધારવા મથે છે. તાજેતરમાં જ રાજે પોર્ન કેસમાં તેની જામીન પર મુક્તિને એક વર્ષ પૂર્ણ કર્યાં તે નિમિત્તે જે લોકો પૂરું સત્ય જાણતા નથી તે ચુપ રહે એવો મેસેજ સોશિયલ મીડિયા પર મુક્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજની પત્ની શિલ્પા શેટ્ટી બિગ બોસ જેના પરથી પ્રેરિત છે એ બ્રિટનનો સેલિબ્રિટી બિગ બ્રધર શો જીતી ચુકી છે. ગયાં વર્ષે મુંબઈના મઢ આઈલેન્ડમાં પોર્ન રેકેટ ઝડપાયું હતું. એપ દ્વારા પોર્ન વીડિયો પ્રસારિત કરવાના આ રેકેટમાં રાજ કુન્દ્રાની ધરપકડ થઈ હતી. તેની માલિકીના એપ દ્વારા પોર્ન વીડિયો પ્રસારિત કરાતા હતા અને રાજ પોર્ન વીડિયોના નિર્માણમાં પણ સંડોવાયેલો હતો તેવા આક્ષેપો તે સમયે થયા હતા.