રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી,

May 08, 2024

ભારતીય ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે સોમવારે સમાપ્ત થઈ. જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી. આ જર્સી લોન્ચ કર્યા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ફોટો વાયરલ થયો હતો, જેમા તેઓ ટીમ ઈન્ડિયાની જૂના જર્સી કરતાં નવી જર્સી બિલકુલ અલગ દેખાય છે. ભારતીય ટીમની નવી જર્સીનો લુક જર્સીથી વધારે અલગ નથી, જે હવે આગામી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી T20 વર્લ્ડ કપમાં ખેલાડીઓ રમશે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો નવી જર્સી સાથેનો ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આગામી T20 વર્લ્ડ કપમાં ભારતને જો બીજી વખત ચેમ્પિયન બનવું હોય તો, રોહિત અને વિરાટની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે. જો કે, રોહિત IPL 2024ની છેલ્લી કેટલીક મેચોથી ફોર્મમાં નથી, જ્યારે કોહલી સતત રન બનાવી રહ્યો છે અને ટોપ સ્કોરની યાદીમાં પહેલા નંબર પર જોવા મળી રહ્યો છે.  T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આગામી 2 જૂનથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચમાં કેનેડા અને અમેરિકાની ટીમો સામ-સામે ટકરાશે. ભારતીય ટીમની પહેલી મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ વખતે આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.