રાજકોટ : ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટએટેક, ત્રણ-ચાર વાહનો ફંગોળાયા, 2 મોત

December 06, 2024

રાજકોટ  : રાજકોટમાં સિટી બસ ચાલકને ચાલુ બસ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતાં બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી રિક્ષા

સહિતના બે-ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવર અને અકસ્માતમાં એક મહિના થઈને બેના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને

લઈને પોલીસ ઘટના સ્થળો પહોંચી હતી.

રાજકોટના રેલનગર વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર પરષોત્તમભાઈ બારૈયા નામના શખસને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બસ બેકાબૂ બનતા અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો.

જેમાં સંગતાબહેન ગંગારામ માકડીયા નામના મહિલાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

સમગ્ર ઘટનાને લઈને બસના કંડકટરે જણાવ્યું હતું કે, સાંજના સમયે બસ રેલનગર રોડ પર શિવાલય ચોકથી ડેપો સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ત્યારે બસમાં ખાલી પાંચેક જેટલાં પેસેન્જર હતા. આ

દરમિયાન બસ ડ્રાઈવરને અચાનક હાર્ટએટેક આવ્યોને ઢળી પડ્યા હતા. તેવામાં બસની બ્રેક મારવાની કોશિશ કરી છતાં અન્ય વાહનો સાથે બસ અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે

પોલીસને જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી.