રક્ષાબંધન 2025: ક્યારે છે ભદ્રાકાળ? જાણો રાખડી બાંધવાના ત્રણ શુભ મુહૂર્ત

July 29, 2025

શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 9મી ઑગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. બહેન ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની માનતા રાખે છે, ત્યારે ભાઈ બહેનની સુરક્ષાનું વચન આપીને તેને ભેટ પણ આપે છે. હિન્દુ ધર્મમાં દરેક કામ કરતા પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે, ત્યારે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા પણ મુહૂર્ત જોવું પડે છે. જો મુહૂર્ત પ્રમાણે રાખડી ન બાંધી શક્યા તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ભદ્રા કાળમાં રાખડી ન બાંધવી જોઈએ. કારણ કે ભદ્રા કાળને કોઈપણ શુભ કામ માટે અશુભ માનવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા કાળ ક્યારે આવે છે અને રાખડી બાંધવાનો સમય શું છે ચાલો જાણીએ. 

આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્રા કાળ સૂર્યોદય થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે. રક્ષાબંધ પહેલાં ભદ્રા કાળ 8 ઓગસ્ટના દિવસે બપોરે 02:12 થી શરૂ થશે અને 8 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યા પછી (9 ઓગસ્ટ 01:52 )પર સમાપ્ત થઈ જશે. 9 ઓગસ્ટના સવારે 5 વાગ્યાથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શરૂ થઈ જશે. 

રક્ષા બંધનના દિવસે ભદ્રા કાળ ન હોવાથી બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈ પણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે. પણ વધુ સારું એ રહેશે કે શુભ મુહૂર્તના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે. આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 9 ઓગસ્ટે સવારે 5 વાગે 47 મિનિટ થી શરૂ થશે બપોરે 1 વાગીને 24 મિનિટ સુધી રહેશે.  

• શુભ -સવારે 07:27 વાગ્યેથી 09:07 વાગ્યા સુધી 

• લાભ -બપોરે 02:06 વાગ્યેથી 03:46 વાગ્યા સુધી 

• અમૃત - બપોરે 03:46 વાગ્યાથી 05:23 વાગ્યા સુધી 

જાણીલો ભાઈને રાખડી બાંધવાની આ રીત 

રક્ષાબંધનની સવારે ભાઈ અને બહેન સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ભગવાનની પૂજા કરવી જોઈએ, બહેને પહેલા ભગવાનને રાખડી ચઢાવવી જોઈએ. પછી ભાઈના માથા પર રૂમાલ રાખો, તેના પર તિલક લગાવો તેની આરતી કરો. પછી રાખડી લાઇ ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો. રાખડી બાંધતી વખતે ભાઈનું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ.