રક્ષાબંધન : બહેનને રાશિ અનુસાર આપો ગિફ્ટ, ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં થશે ખુશીઓનો સંચાર

August 05, 2025

આ વર્ષે રક્ષાબંધન 9 ઓગષ્ટના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જો ભાઈ પોતાની બહેનને રાશિ અનુસાર ગિફ્ટ આપે તો બહેનનું ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં ખુશીઓનો સંચાર થશે.  તો ચાલો આજે આપણે જાણીએ કે, બહેનને રાશિ અનુસાર શું-શું ગિફ્ટ આપવું જોઈએ. 

મેષ રાશિ

જો બહેન મેષ રાશિની જાતક છે તો તેને લાલ રંગનું પર્સ અથવા લાલ રંગનો કોઈ ડ્રેસ ગિફ્ટ કરવો. લાલ ગુલાબનું અત્તર અથવા પરફ્યૂમ આપશો તો બહેનનું ભાગ્ય ચમકી જશે. 

વૃષભ રાશિ

જો બહેન વૃષભ રાશિની જાતક છે તો તેને ડિઝાઈનર કપડા ગિફ્ટ કરવા. પરફ્યૂમ, ચોકલેટથી લઈને ડાયમંડની કોઈ જ્વેલરી જેમ કે ઈયરિંગ ગિફ્ટ કરી શકો છો. 

મિથુન રાશિ

જો બહેન મિથુન રાશિની જાતક છે તો આ રક્ષાબંધન પર તેને પુસ્તકો ભેટમાં આપો. જો તમે તેને સ્માર્ટ ગેજેટ્સ અથવા સ્ટાઈલિશ પેન ગિફ્ટ કરશો તો તેના જીવનમાં ખુશીઓ સંચાર થશે. 

કર્ક રાશિ

જો બહેન કર્ક રાશિની જાતક છે તો તમે તેને ફોટો ફ્રેમ ગિફ્ટ કરી શકો છો.  સિલ્વર જ્વેલરી જેમ કે, ચાંદીની બંગડીઓ ગિફ્ટ કરી શકો છો. આનાથી બહેનને માનસિક શાંતિ મળશે.

સિંહ રાશિ

જો બહેન મેષ રાશિની જાતક છે તો તમે તેને મેકઅપનો સામાન ગિફ્ટ કરી શકો છો. સોનાના ઘરેણાં અથવા સારી બ્રાન્ડેડ ઘડિયાળ ગિફ્ટ કરી શકો છો.

કન્યા રાશિ

જો બહેન કન્યા રાશિની જાતક છે તો તમે તેને હેન્ડબેગ, પર્સ, અને સ્કીન કેર સાથે સંબંધિત વસ્તુઓ પણ ગિફ્ટ કરી શકો છો.

તુલા રાશિ

જો બહેન તુલા રાશિની જાતક છે તો તેને ફેશન જ્વેલરીથી લઈને પરફ્યૂમ જેવી વસ્તુ ગિફ્ટ કરી શકો છો. સુંદર સાડી અથવા મોંઘો દુપટ્ટો ગિફ્ટ કરી શકો છો. 

વૃશ્ચિક રાશિ

જો બહેન વૃશ્ચિક રાશિની જાતક છે તો તેને કોસ્મેટિકનો સામાન, રુદ્રાક્ષ લોકેટ ગિફ્ટ કરી શકો છો. 

ધન રાશિ

જો બહેન ધન રાશિની જાતક છે તો તેને તમે ધાર્મિક પુસ્તકો, વાંચવાના પુસ્તકો અને ફરવા માટે ટ્રાવેલ પેકેજ ગિફ્ટમાં આપી શકો છો.

મકર રાશિ

જો બહેન મકર રાશિની જાતક છે તો તેને ઓફિસ ડાયરી, પેન સ્ટેન્ડ, કપડાં ગિફ્ટ કરી શકો છો.

કુંભ રાશિ

જો બહેન કુંભ રાશિની જાતક છે તો તેને ટેક ગેજેટ્સ અથવા મોબાઇલ ફોન, સ્માર્ટવોચ જેવી વસ્તુઓ ગિફ્ટ કરી શકો છો. એસ્ટ્રોલોજી બુક ગિફ્ટ કરવાથી તમારી બહેનના ચહેરા પર સ્મિત આવશે.

મીન રાશિ

જો બહેન મીન રાશિની જાતક છે તો તેને ભગવાનની મૂર્તિ ગિફ્ટ કરવાથી તેના પર ભગવાનની વિશેષ કૃપા રહેશે. એરપોડ્સ ગિફ્ટ કરવા પણ ખૂબ શુભ હોઈ શકે છે.