રામ મંદિર ટ્રસ્ટે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
March 17, 2025
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર 96 ટકા તૈયાર છે. એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. મંદિરમાં અત્યાર સુધીમાં 2150 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને ટ્રસ્ટે સરકારને GST સહિત ટેક્સ તરીકે 396 કરોડ રૂપિયા આપ્યા છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમાં યોજાયેલી બેઠક બાદ આ માહિતી આપી છે.
વિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં 7 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. 4 ખાસ આમંત્રિત સભ્યો પણ હાજર રહ્યા હતા. ઓનલાઈન મીટીંગમાં 4 ટ્રસ્ટી કેશવ પરાશરણ, વિમલેન્દ્ર મોહન મિશ્રા, યુગપુરુષ પરમાનંદ, નૃપેન્દ્ર મિશ્રા હાજર રહ્યા હતા. બેઠકમાં 12 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. 2 ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા. ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના અવસાનથી આ જગ્યા ખાલી પડી છે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બેઠકમાં ટ્રસ્ટીઓએ મંદિર પર થયેલા ખર્ચ અને રામ મંદિર નિર્માણની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી 2020ના રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. GST 272 કરોડ, TDS 39 કરોડ, લેબર સેસ 14 કરોડ, ESI 7.4 કરોડ, ઈન્સ્યોરન્સમાં 4 કરોડ, જન્મસ્થળના નકશા માટે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા પર 29 કરોડ સ્ટેમ્પ ડ્યુટી, 10 કરોડ વીજળીનું બિલ, 14.9 કરોડ સરકારને આપવામાં આવ્યા છે,
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026