ગ્લોબલ વોર્મિંગના રહસ્યો ખોલનાર ભારતીય વૈજ્ઞાનિક રામનાથન મળશે ક્રાફોર્ડ પુરસ્કાર
February 02, 2026
ભારતીય મૂળના વૈજ્ઞાનિક વીરભદ્રન રામનાથનને વર્ષ 2026 માટેનો પ્રતિષ્ઠિત ક્રાફોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારને જિઓસાયન્સનું નોબેલ પણ કહેવામાં આવે છે. તેમણે ક્લોરોફ્લોરોકાર્બન અને પ્રદૂષણના જળવાયુ પર પડતા પ્રભાવ અંગે મહત્વપૂર્ણ શોધો કરી છે. તેમની સંશોધન કામગીરીએ ગ્લોબલ વોર્મિંગને સમજવામાં અને પર્યાવરણ બચાવવા માટેની આંતરરાષ્ટ્રીય સંધિઓ ઘડવામાં મોટી ભૂમિકા ભજવી છે.
82 વર્ષીય વીરભદ્રન રામનાથને 1975માં નાસામાં કામ કરતી વખતે એક ચોંકાવનારી શોધ કરી હતી. તે સમયે સમગ્ર વિશ્વ એવું માનતું હતું કે ગ્લોબલ વોર્મિંગ માટે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. પરંતુ રામનાથને સાબિત કર્યું કે ફ્રિજ અને એરોસોલ સ્પ્રેમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન વાયુઓ ની તુલનામાં 10,000 ગણી વધુ ઝડપથી ગરમીને શોષી લે છે. આ શોધે જળવાયુ પરિવર્તનને જોવાનો વિશ્વનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખ્યો.
રામનાથનનો જન્મ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો અને તેમનો અભ્યાસ ચેન્નઈમાં થયો હતો. રસપ્રદ વાત એ છે કે, તેમની કારકિર્દીની શરૂઆત સિકંદરાબાદની એક ફ્રિજ ફેક્ટરીમાં એન્જિનિયર તરીકે થઈ હતી. અહીં જ તેમણે પ્રથમ વખત એ વાયુઓ પર કામ કર્યું હતું જે પાછળથી તેમના જીવનના સંશોધનનો મુખ્ય વિષય બન્યા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ માંથી ઉચ્ચ શિક્ષણ મેળવી અમેરિકા તરફ પ્રયાણ કર્યું હતું.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026