ગુજરાતના વહીવટી વર્ગ-1ના 79 અધિકારીઓની કરાઈ બદલી, વર્ગ-2ના 44 અધિકારીઓ અપાઈ બઢતી

October 26, 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બદલી અને બઢતીનો દોર ચાલુ છે,ગુજરાત સરકારમાં ફરજ બજાવતા વહીવટી વર્ગ-1ના 79 અધિકારીઓની કરાઈ બદલી સાથે સાથે વર્ગ-2ના 44 અધિકારીઓ અપાઈ બઢતી,કર્મચારીઓને દિવાળી પહેલા સરકારે ભેટ આપી છે જેના કારણે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.4 મહિના અગાઉ પણ સરકારે 19 સેકશન ઓફિસરની બદલી કરાઈ હતી.

વર્ગ-1 તરીકે વહીવટી વિભાગમાં ફકરજ બજાવતા 79 અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે વર્ગ-2 તરીકે ફરજ બજાવતા 44 અધિકારીઓને પ્રમોશન અપાયા છે,દિવાળી પહેલા સરકારના આ નિર્ણયને કર્મચારીઓએ વધાવ્યો હતો,ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બદલી અને બઢતીનો દોર ચાલુ જ છે.પોલીસ વિભાગમાં પણ જે લોકો પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એવા 263 પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન પણ અપાયા હતા.

રાજ્યમાં કર્મચારીઓ અને અધિકારીઓને બદલી-બઢતીના આદેશો યથાવત છે. ત્યારે સહકારી મંડળીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને બદલી બઢતીના આદેશ કરાયા છે. 99 સિનિયર કર્લાર્કની બદલી સાથે જુનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 101 હેડ કલાર્કની કાર્યાલય અધિક્ષક તરીકે બદલી સાથે બઢતી આપવામાં આવી છે. તો 10 સિનિયર કલાર્કની સ્વ વિનંતીથી બદલી કરવામાં આવી છે.