ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્રમિકનો આબાદ બચાવ
August 28, 2026
અંધારી ગુફાઓમાં હજુ પણ 100થી વધુ જિંદગીઓ ફસાયેલી
દિલ્હી : નેપાળમાં કુદરતના પ્રકોપ અને ભોટેકોશી નદીમાં આવેલી ભયાનક પૂરની હોનારત વચ્ચે આશાનું એક કિરણ પ્રગટ્યું છે. મોત અને જીવન વચ્ચે ઝોલા ખાતા 350 જેટલા લાચાર શ્રમિક અને સ્થાનિક ગ્રામજનો માટે નેપાળી સેના તારણહાર બનીને આવી હતી. રસુવા જિલ્લામાં આવેલા અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની અંધારી ટનલમાં ફસાયેલા 350 કમનસીબ લોકોને સેનાએ કાળજીપૂર્વક જળપ્રવાહ અને ખરાબ મોસમ વચ્ચેથી બહાર કાઢીને નવજીવન આપ્યું છે. આ સુરક્ષિત બચાવેલા લોકોમાં 63 જેટલા ભારતીય નાગરિકો પણ શામેલ છે, જેમના પરિવારજનો પોતાના સ્વજનોની એક ખબર માટે કાળજું હાથમાં રાખીને બેઠા હતા.
હાલમાં પણ વિનાશક પૂરના પાણી વચ્ચે બચાવ કામગીરી પાર પાડવી અત્યંત જોખમી અને પડકારજનક સાબિત થઈ રહી છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા મુજબ, ટનલના ભયાનક અંધકાર વચ્ચે હજુ પણ 100થી વધુ કમનસીબ લોકો આશા-નિરાશા વચ્ચે ફસાયેલા છે, જેમને સલામત બહાર લાવવા માટે સેનાના સાહસિક જવાનો રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્રિશૂલી સ્થિત સેનાના સેકન્ડ મુવમેન્ટ ટેક્ટિકલ હેડક્વાર્ટરના વોરંટ ઓફિસર ભક્તજન બસનેટ અને સેકન્ડ લેફ્ટનન્ટ અભિષેક શાહીના નેતૃત્વ હેઠળ જુદી જુદી ટુકડીઓએ અતિ સંવેદનશીલ એવા સ્યાફ્રુબેસી, ટિમુરે, મેલુંગ અને હાકુબેસી વિસ્તારોમાંથી કુલ 883 પીડિતોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે.
નેપાળમાં ગત 26 ઓગસ્ટે ગ્લેશિયર ફાટવાને કારણે બરફ, પથ્થરો અને મિશ્રિત કાંપના વિસર્જક પ્રવાહે માર્ગમાં આવતું બધું જ તહસ-નહસ કરી નાખ્યું હતું. આ ભયાનક આપત્તિમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકો કાળનો કોળિયો બની ચૂક્યા છે. અસંખ્ય ઘરો, રસ્તાઓ અને પુલ જમીનદોસ્ત થઈ ગયા છે અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચતાં 431 મેગાવોટ વીજ ઉત્પાદન ઠપ થઈ ગયું છે. ચારેય તરફ સ્વજનો ગુમાવનારા લોકોનો આક્રંદ અને વિનાશનું બિહામણું દ્રશ્ય પથરાયેલું છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026