મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફેર
April 28, 2026
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલાં જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મતગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતાં, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મતગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
પંચમહાલના શહેરામાં ભાજપે દબદબો બતાવતા તમામ 11 બેઠકો પર કબજો જમાવી લીધો છે. શહેરા નગરપાલિકાની આ ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં એક પણ બેઠક આવી શકી નહોતી. બીજી તરફ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં વોર્ડ નંબર 1માં ઈવીએમ દ્વારા મતગણતરી મોડી શરૂ થતાં ઉમેદવારો અને એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 1, 2 અને 3ની રૂમ નંબર 25માં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં કુલ 78 બેલેટ પેપરની ગણતરી એક કલાક સુધી ચાલતા ઉમેદવારો અને એજન્ટોએ વિરોધ કર્યો હતો. સવારે 10:05 વાગ્યે ઈવીએમ આવ્યા બાદ મતગણતરી શરૂ થઈ હતી.
ચૂંટણી પરિણામોમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર થઈ છે. 'આપ'માંથી પક્ષપલટો કરીને આવેલા ભૂપત ભાયાણી ભેસાણ બેઠક પર 1500 મતોથી હારી ગયા છે. આ સાથે જ ગુજરાતમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ખેડાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે, જે પક્ષ માટે સારા સમાચાર છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026