અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શનમાં, બૅન્ગલોરમાં ફરિયાદ નોંધાવી
March 25, 2026
બારામતી ઍરપોર્ટ નજીક ૨૮ જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રૅશમાં અજિત પવાર સહિત ચાર અન્ય લોકોના મોતના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવારે આ ઘટનાને સામાન્ય અકસ્માત નહીં પરંતુ સંભવિત હત્યાનું કાવતરું ગણાવી પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો સતત પ્રયાસ કર્યો હતો.
આખરે કર્ણાટકના બૅન્ગલોર સ્થિત શેષાદ્રિપુરમ પોલીસ-સ્ટેશનમાં તેમની ફરિયાદના આધારે ઝીરો FIR નોંધવામાં આવી છે. આ પહેલાં રોહિત પવારે ૨૫ ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશન અને ૨૬ ફેબ્રુઆરીએ બારામતી પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તેમની ફરિયાદ સ્વીકારવામાં આવી નહોતી.
હાલમાં આ કેસની તપાસ પુણે CID દ્વારા ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના આધારે ચાલી રહી છે. રોહિત પવારે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ઘટના માત્ર દુર્ઘટના નથી, પરંતુ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું એક મોટું કાવતરું હોઈ શકે છે. તેમની આ ફરિયાદ બાદ હવે કેસ વધુ ગંભીર બની ગયો છે અને તપાસની દિશા બદલાઈ શકે છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026