રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે, પણ વર્લ્ડકપ 2027માં જરૂર રમશે

October 08, 2024

'T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત થઇ હતી. તેની ઉંમર 37 વર્ષની છે. આ સ્થિતિમાં તેની કારકિર્દી કેટલો સમય ચાલશે તેને લઈને ક્રિકેટ ચાહકોમાં ચર્ચા ચાલતી રહેલી હોય છે. ત્યારે હવે રોહિત શર્માના બાળપણના કોચે આ ચર્ચાને વધુ રસપ્રદ બનાવી દીધી છે. તેરના કોચ દિનેશ લાડનું કહેવું છે કે, રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી વહેલો નિવૃત્તિ લઇશકે છે. પરંતુ તે વર્ષ 2027માં યોજાનાર વનડે વર્લ્ડકપમાં ચોક્કસપણે રમશે. હાલમાં દિનેશ લાડ દિલ્હીના પ્રવાસે છે. તે મુંબઈની અંડર-19 ટીમના કોચ છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો કે, શું રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 પછી વનડે અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લેશે? તેના જવાબમાં દિનેશ લાડે કહ્યું, 'ના, આ અંગે કહેવું મુશ્કેલ છે. કદાચ તે લઇ પણ શકે છે. જેમ જેમ તેની ઉંમર વધી રહી છે. તેને લઈને તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. પરંતુ હું 100 ટકા વચન આપું છું કે રોહિત શર્મા 2027નો વનડે વર્લ્ડ કપ રમશે.' રોહિત શર્માનો તાજેતરમાં એક વિડીયો ખૂબ વાઈરલ થઇ રહ્યો છે, જેમાં તે ખેલાડીઓને ઠપકો આપતો જોવા મળ્યો હતો. આ અંગે જયારે દિનેશ લાડને પૂછવામાં આવ્યું કે, રોહિત શરૂઆતથી જ  આવો છે કે કેપ્ટન બન્યા પછી તેમના વ્યવહારમાં કોઈ બદલાવ આવ્યો છે, તેના જવાબમાં લડે જણાવ્યું કે, 'રોહિત શરૂઆતથી જ આવો છે. જેટલો તે ખેલાડીઓને મેદાન પર ઠપકો આપે છે, તેટલો જ તે તેઓને પ્રેમ પર કરે છે.'