'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
August 31, 2026
ટોરોન્ટો : ભારતનો ઉદય તે કેટલો શક્તિશાળી બને છે તેનાથી નહીં, પરંતુ તે એકતાપૂર્ણ માનવતામાં કેટલું યોગદાન આપે છે તેના પરથી માપવો જોઈએ. કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સેવા, વિવિધતા અને વૈશ્વિક બંધુત્વના ભારતીય સંસ્કૃતિના વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. 'હિન્દુ વિશ્વ બંધુ - એમ્બ્રેસ ધ વર્લ્ડ ઇન ફ્રેન્ડશિપ' શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 'જો હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે.' ભારતના 'ડીએનએ'નો ઉલ્લેખ કરતા તેમણે અન્ય લોકો તરફ મદદનો હાથ લંબાવવાની ભારતની સનાતન પરંપરા પર ભાર મૂક્યો હતો.
RSSના વડા મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે, 'ભારતના અભ્યુદયનો અર્થ વધુ સંગઠિત અને મુક્ત માનવતા છે. ભારતને એક સમયે મહાસત્તા કહી શકાતું હતું, પરંતુ તેણે ક્યારેય તેવો દાવો કર્યો નથી. ભારતે હંમેશાં વિશ્વની સેવા કરી છે અને પોતાના ઉચ્ચ ચરિત્રને કારણે તે 'વિશ્વગુરુ' બન્યું છે, શાસક મહાસત્તા નહીં.'
વિવિધતાને ભારતની એકતાનો અવિભાજ્ય અંગ ગણાવતા તેમણે કહ્યું કે, 'ભારતમાં ભિન્નતાને અવરોધ તરીકે જોવામાં આવતી નથી. ભારતની પરંપરા લોકોને વિવિધતામાં એકતાના દર્શન શીખવે છે અને વિવિધતા પોતે જ એકતાનું એક સ્વરૂપ છે.'
આ વિચારને "વસુધૈવ કુટુંબકમ્" સાથે જોડતા RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, 'આખું વિશ્વ એક પરિવાર છે. આ સિદ્ધાંત હેઠળ લોકોએ બાહ્ય ભેદભાવોથી પર થઈને સાર્વત્રિક માનવતાને ઓળખવી જોઈએ.'
સંઘના વડા મોહન ભાગવતે ઉમેર્યું કે, 'સેવાની ભાવના ભારતના ચરિત્રમાં ઊંડે સુધી વણાયેલી છે. ભારતે ક્યારેય વિશ્વમાં ક્યાંય પણ મદદ કરવાનો ઇનકાર કર્યો નથી અને વિનંતી વગર પણ સહાયનો હાથ લંબાવ્યો છે. ભારતના પૂર્વજોનો ઉદ્દેશ્ય રાજકીય નિયંત્રણ સ્થાપિત કરવાનો નહોતો, પરંતુ જ્ઞાન વહેંચવાનો હતો. આપણા પૂર્વજોએ મેક્સિકોથી સાઇબિરીયા સુધીના વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો; ચીન, સાઇબિરીયા અને મંગોલિયા પહોંચવા માટે પગપાળા હિમાલય ઓળંગ્યો હતો અને નાની હોડીઓમાં દક્ષહણ-પૂર્વ એશિયાની યાત્રા કરી હતી. તેમણે ક્યારેય કોઈ દેશ જીત્યો નથી કે કોઈનું ધર્માંતરણ કરાવ્યું નથી.'
ટોરોન્ટોમાં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન 'કેનેડિયન હિન્દુઝ ફોર આઉટરીચ, રિલેશન્સ એન્ડ ડાયલોગ' (CHORD) દ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડાના પૂર્વ સંરક્ષણ મંત્રી અને આલ્બર્ટાના પૂર્વ પ્રીમિયર જેસન કેનીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કેનેડા-ભારત સંબંધોમાં નવી ગતિશીલતાનું સ્વાગત કર્યું હતું.
Related Articles
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026