સારાભાઈ ફેમ એક્ટ્રસ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોક

May 24, 2023

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન થયુ છે. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે ચાહકોને હચમચાવી દીધા છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અભિનેત્રીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી ઉપાધ્યાય તેના પતિ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી પરંતુ એક વળાંક પર કાર પર કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. વૈભવી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી હતી. વૈભવી સીઆઈડી, સ્ટ્રક્ચર, અદાલત, સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ એલર્ટ, પ્લીઝ ફાઇન્ડ એટેચ, ડિલિવરી ગર્લ, ઈશ્ક કિલ્સ અને લેફ્ટ રાઈટ લેફ્ટ જેવા હિટ શોનો પણ ભાગ રહી ચૂકી છે. જો કે અભિનેત્રીને સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'થી મોટી ઓળખ મળી હતી. આ શોમાં તેના પાત્રનું નામ જાસ્મીન હતું. અભિનેત્રીની ભૂમિકા અને અભિનયને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ટીવી શો ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું.