શનિ અમાસે સૂર્ય-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવચેત!

August 21, 2025

દર મહિને ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન અને ચાલમાં ફેરફાર જોવા મળે છે. બીજી તરફ સૂર્ય દેવતા હાલમાં સિંહ રાશિમાં બિરાજમાન છે, જેનું પરિવર્તન 17 ઓગસ્ટે થયુ હતું અને હવે 23 ઓગસ્ટના રોજ સૂર્ય શનિ સાથે મળીને ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે. વાસ્તવમાં 23 ઓગસ્ટના રોજ સાંજે 4:32 વાગ્યે સૂર્ય અને શનિ એકબીજાથી 150 ડિગ્રી પર રહીને ષડાષ્ટક યોગ બનાવશે. પરંતુ સંયોગની વાત એ છે કે, આ દિવસે શનિ અમાસ પણ છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે બે ગ્રહો એકબીજાના આઠમા અને છઠ્ઠા ભવમાં હોય છે, ત્યારે જ ગ્રહો વચ્ચે 150 ડિગ્રીનો સંયોગ બને છે. તો ચાલો જાણીએ કે શનિ અમાસના દિવસે બનવા જઈ રહેલા ષડાષ્ટક યોગથી કઈ રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ ષડાષ્ટક યોગ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. જીવનસાથી સાથે મતભેદ અને સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે, કારણ કે આ દરમિયાન વ્યવસાયમાં નુકસાન અને કાર્યસ્થળ પર વિવાદ થવાની સંભાવના છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, આ દરમિયાન ખર્ચ વધશે. તમારે નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયને લઈને ચિંતા અને તણાવની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.