અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શંકાસ્પદ પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
May 18, 2026
ભુજ: પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના સાગરકાંઠે આવેલા દુર્ગમ લુણા ટાપુ પરથી સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ પાર્ટીને રવિવારે રેતીમાંથી વધુ એક બિનવારસી શંકાસ્પદ પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ પેકેટનું પેકિંગ અગાઉ દરિયાકાંઠેથી મળી આવેલા ચરસ કે અન્ય માદક પદાર્થના પેકેટ્સ કરતાં તદ્દન અલગ હોવાથી તેની અંદર કયો કેફી પદાર્થ છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. પેકિંગની નવી રીતને જોતાં સુરક્ષા એજન્સીઓને પણ આશ્ચર્ય થયું છે.
હાલ આ બિનવારસી પેકેટને જખૌ મરીન પોલીસ મથકે જમા કરાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પેકેટને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ અંદર રહેલા કેફી પદાર્થની સાચી ઓળખ થઈ શકશે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
થોડા દિવસ પહેલાં અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયાકિનારેથી પણ સુરક્ષા દળોના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન અવાવરુ જગ્યાએથી ચરસના 10 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. તે સમયે જખૌ પોલીસ ઇન્ચાર્જ પી.આઇ. રાજવીરસિંહ ગોહિલ, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના બી.બી. સંઘાર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જોરાવરસિંહ જાડેજા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સંયુક્ત સુરક્ષા દળો અને એસઆરડીની ટુકડીએ આ તમામ 10 પેકેટો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પેકેટો ક્યાંથી તણાઈને આવ્યા છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કેટલી છે તે અંગે એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
Related Articles
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવ...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026