'આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા...' વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર
June 23, 2025
ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા.
વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.’
ગોપાલ ઇટાલિયાએ યુવાનોને હાકલ કરતાં કહ્યું હતું કે 'યુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો... ક્યાં સુધી ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું. હે! યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર ભગવાને જે તાકાત મૂકી છે તેને ઓળખો. આવો સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ગુજરાતને ભાજપના આ ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા છે.'
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026