સુરતના PI વાય.એમ.ગોહીલ પર કેટલાક શખ્સોનો હુમલો

February 24, 2025

સુરતમાં દિલ્હી ગેટ પોલીસ ચોકી પાસે બબાલ થઈ હતી જેમાં કેટલાક શખ્સોએ પીઆઈ સાથે ઝપાઝપી કરી હોવાની વાત સામે આવી છે,વાહન ડિટેઈન કરવાને લઈ આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે પીઆઈ નશામાં હતા અને તેમણે એક મહિલાને લાફો મારી દીધો હતો અને બબાલની શરૂઆત ત્યાંથી થઈ હતી.

સુરત સિટીમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ પર કેટલાક શખ્સોએ રોડ પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં પીઆઈ રોડ પર પોતાની ફરજ બજાવી રહ્યાં હતા તે દરમિયાન એક ગાડી અડચણ રૂપ હતી અને તે ગાડી ડિટેઈન કરી હતી જેના કારણે કેટલાક લોકો રોડ પર ઉભેલા પીઆઈ સાથે મગજમારી કરવા લાગ્યા હતા અને ગાળાગાળી કરી રહ્યાં હતા ત્યારે પીઆઈ નશામાં હતા તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે,સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પીઆઈ વર્દીમાં હોવા છત્તા કેટલાક તત્વોએ કાયદો હાથમાં લીધો હતો અને મોડી રાત સુધી પોલીસ ચોકીમાં પણ માથાકુટ કરવામાં આવી હતી,તો પીઆઈની કેબિનમાં ઘુસીને કેટલાક લોકો તેમને ધમકાવી રહ્યાં હતા આ સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તો દિલ્હી ગેટ વિસ્તારમાં આ ઘટના બની હોવાની માહિતી છે,પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર મામલાને લઈ તપાસ હાથધરી છે,કાયદાના રક્ષકને જ આવી રીતે કરવું તે કેટલા અંશે યોગ્ય છે તે તમે પણ સમજી શકો છો.