શાહરૂખ ખૂબ જ કોમર્શિયલ વ્યક્તિ, બીજાનો ઉપયોગ કરી લે છેઃ અભિજીત

November 29, 2023

અભિજીત ભટ્ટાચાર્યએ તેમની ઘણી ફિલ્મોમાં શાહરૂખને પોતાનો અવાજ આપ્યો હતો. હવે એક ઈન્ટરવ્યુમાં અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે શાહરૂખ ખાન ખૂબ જ કોમર્શિયલ વ્યક્તિ છે, જે અન્ય લોકોનો ઉપયોગ કરે છે.

કિંગખાનનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક સન્માન સાથે લેવામાં આવે છે. એની ફિલ્મો પણ સારી ચાલે છે. જ્યારે મેકર્સ ફિલ્મ બનાવવા માટે એનો સંપર્ક કરે છે એ સમયે એની લાઈફસ્ટાઈલની અને એના અનોખા અંદાજની વાત કરતા હોય છે. પણ જાણીતા ગાયક અભિજીતે શાહખાનને લઈ મોટો ધડાકો કર્યો છે.

શાહરૂખ ખાન બોલિવૂડના ટોચના કલાકારોમાંથી એક છે. તેણે ફિલ્મોમાં અનેક અલગ-અલગ પાત્રો ભજવ્યા છે અને પોતાની અલગ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાને તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણા કલાકારો અને ગાયકો સાથે કામ કર્યું છે. ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમાંથી એક છે. અભિજીત ભટ્ટાચાર્યએ તેમની ઘણી ફિલ્મોમાં શાહરૂખને પોતાનો અવાજ આપ્યો હતો.

ફિલ્મ 'અંજામ'નું 'બડી મુશ્કિલ હૈ', ફિલ્મ 'યસ બોસ'નું 'મૈં કોઈ ઐસા ગીત ગાઉં' અને ફિલ્મ 'મેં હું ના'નું 'તુમ્હે જો મૈંને દેખા' જેવા ગીતો અભિજીતે ગાયા હતા. ફિલ્મ 'બિલ્લુ' એ છેલ્લી ફિલ્મ હતી જેમાં ગાયકે શાહરૂખ ખાનને પોતાનો અવાજ આપ્યો હતો. હવે એક ઈન્ટરવ્યુમાં અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન વિશે વાત કરી છે.