પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પર હુમલો,ફાયરિંગ અને બ્લાસ્ટથી હચમચ્યું

March 26, 2024

પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન તુર્બત ખાતે પીએનએસ સિદ્દીકમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. મળતી માહિતિ અનુસાર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજીદ બ્રિગેડે ઈમેલ મોકલીને હુમલાની જવાબદારી લીધી છે. બ્રિગેડે કહ્યું, 'અમે તુર્બતમાં પાકિસ્તાની નેવલ એરબેઝમાં પ્રવેશ કર્યો છે. વ્યૂહાત્મક મહત્વ અને ચીની ડ્રોનની તૈનાતી માટે પ્રખ્યાત આ નૌકાદળ મજીદ બ્રિગેડનું નવીનતમ લક્ષ્ય બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. ચીન અને પાકિસ્તાન પર ક્ષેત્રના સંસાધનોનું શોષણ કરવાનો આરોપ પણ લગાવ્યો. હુમલા બાદ તરત જ જિલ્લા આરોગ્ય અધિકારીએ તુર્બતની ટીચિંગ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી હતી. હુમલાથી સંભવિત જાનહાનિને સંભાળવા માટે ડૉક્ટરો સહિત તમામ તબીબી કર્મચારીઓને તાત્કાલિક રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.