સુસ્મિતા સેનની 'આર્યા' ની ત્રીજી સિઝનનું શૂટિંગ પૂર્ણ

June 06, 2023

મુંબઇ : સુસ્મિતા સેન તેની 'આર્યા' વેબ સીરીઝની ત્રીજી સિઝનનું શૂટિંગ પૂર્ણ થતાં નાચી ઉઠી હતી. હાર્ટ એટેકમાંથી ઉગરી ગયા બાદ પોતે આ શૂટિંગ પૂરું કરી શકી તે વાતે તેને બહુ આનંદ થયો તો.  તેણે આ વેબ સીરીઝનું શૂટિંગ જાન્યુઆરી મહિનામાં શરૂ કર્યું હતું,પરંતુ પછીથી તેનેસેટ  પર જ હાર્ટએટેક આવી ગયો હતો. આ પછી  સુષ્મિતાની સારવાર શરૂ થઇ જતાં શૂટિંગ ઠપ થઇ ગયુ ંહતું. સુષ્મિતાની એન્જિયોપ્લાસ્ટી થઇ હતી જેની જાણ તેણે સોશયલ મીડિયા પર કરી હતી. જોકે સુષ્મિતાએ સાજા થયા પછી તરત જ શૂટિંગ શરૂ કરી દીધું હતું. જે હવે પુરુ થઇ ચુક્યું છે. આ શૂટિંગ પુરુ થયા પછી તે આનંદવિભોર થઇ ગઇ હતી. તેણે સેટ પરથી જ એક પ્રેમાળ વીડિયો શેર કર્ય ોહતો. જેમાં તે  બહુ ખુશમાં જોવા મળી રહી છે, તે પહેલા સિકંદર ખેરને ભેટતી જોવા મળે છે અને પછી દિગ્દર્શક રામ માધવાની સાથે ડાન્સ કરતી જોવા મળે છે.