શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
May 09, 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પરથી સસ્પેન્સ સમાપ્ત થયું છે. મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી 15000થી વધુ મતોથી પરાજય આપનાર શુભેન્દુ અધિકારી બંગાળના આગામી મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપના ધારાસભ્ય દળની મહત્ત્વની બેઠકમાં તેમના નામ પર અંતિમ મહોર લાગી હતી. આવતીકાલે એટલે કે 9 મેના રોજ રવીન્દ્ર જયંતીના પવિત્ર અવસરે શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચ્યા હતા. ઍરપૉર્ટ પર શુભેન્દુ અધિકારીએ તેમનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ એક જ ગાડીમાં હોટલ સુધીનો પ્રવાસ કર્યો હતો. ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતોએ દાવો કર્યો છે કે બંગાળના ઇતિહાસમાં પહેલીવાર કોઈ 'હિન્દુ હૃદય સમ્રાટ' મુખ્યમંત્રી બનશે. તેમણે ઉમેર્યું કે હવે બંગાળની જનતાને આઝાદી મળશે અને રાજ્યમાં નવો સૂર્યોદય થશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર. એન. રવિએ 7 મેના રોજ વિધાનસભા ભંગ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને નવી સરકારના સ્વાગત માટે વિધાનસભા ભવનમાં રંગરોગાનની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે.
Related Articles
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખ...
Jun 05, 2026
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં...
Jun 05, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમ...
Jun 04, 2026
Trending NEWS
ગુજરાતમાં 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર...
05 June, 2026
'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહી...
05 June, 2026
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
04 June, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...',...
04 June, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સિરીઝ...
04 June, 2026
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈર...
04 June, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત! કુવૈત એરપ...
03 June, 2026
2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ઇન્ડસઇ...
03 June, 2026
શટલ ટ્રેન હુમલા બાદ પાક સેનાની મોટી કાર્યવાહી, બલૂ...
03 June, 2026
દિલ્હીમાં અગ્નિકાંડ: રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં 20...
03 June, 2026