સુરતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ
October 27, 2024
સુરત- દેશમાં અનેક જગ્યાએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. જોકે, હવે આ ધમકીમાં એરપોર્ટની સાથે-સાથે હોટલોનો પણ સમાવેશ થઈ ચુક્યો છે. શનિવારે (26 ઓક્ટોબર) રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી બાદ આજે (27 ઓક્ટોબર) સુરતના ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન સહિતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઇલ દ્વારા હોટલને આ ધમકી આપવામાં આવી હતી. જેમાં 55 હજાર ડોલર (46 લાખ)ની માગ સાથે ધમકીભર્યો મેઇલ કરાયો હતો. જેમાંથી એક હોટલમાં સિનિયર સુપર વુમન ક્રિકેટ લીગની મહિલા ક્રિકેટરો પણ રોકાઈ છે.
પોલીસને આ ધમકી વિશે જાણ થતાં જ તમામ કાફલા સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતની ડુમલસ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ, ડોગ અને બોમ્બ સ્કોવડ સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી હતી. સમગ્ર ઘટનાની તપાસ લગભગ ચાર કલાક સુધી ચાલુ હતી. જોકે, રાજકોટની જેમ જ આ ઘટનામાં પણ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
ડુમસ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ, લે મેરિડીયન હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે, એક ધમકીભર્યો મેઇલ આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, હોટલમાં કાળા રંગની બેગમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. 55 હજાર ડોલર આપો નહીંતર બોમ્બથી ઉડાડી દઇશું.જેવી જ અમને માહિતી મળી અમે તાત્કાલિક BDSની ટીમો, કંટ્રોલ, અન્ય ઉપરી અધિકારીઓ તથા SOG અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી. હાલ, બોમ્બની ધમકી જે આઇડીમાંથી કરવામાં આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.
શનિવારે (27 ઓક્ટોબર) રાજકોટની 10 જેટલી હોટલમાં 'મેં તમારી હોટલમાં દરેક લોકેશન ઉપર બોમ્બ મુક્યા છે...જલદી ખાલી કરાવો' તેવી ધમકી આપતા ઈ-મેઈલ મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત પોલીસ ટીમો તાત્કાલિક ધોરણે તમામ હોટલોમાં પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. 10 હોટલને એક સરખા ઈમેલ મોકલીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાયાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દરેક હોટલ પર પહોંચી ગઈ હતી. આ ટીમે હોટલના રૂમ, કિચનથી માંડીને બહાર પાર્ક કરવામાં આવેલા વાહન સુધી તમામ વસ્તુઓની સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હોટલના સ્ટાફ અને ઉતારૂઓને બહાર મોકલી આખી હોટલ ખાલી કરવામાં આવી હતી. રાત સુધી તપાસ કરવામાં આવી છતાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથ...
May 14, 2026
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
Trending NEWS
14 May, 2026
14 May, 2026