ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીમાં 21000ના ઉછાળા સાથે ભાવ 2,57,480 થયા
February 03, 2026
Gold-Silver Price: સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય. સોના-ચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જોકે આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે.
મંગળવારે MCX પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતાં જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે.
આજે 1 કિલો ચાંદીની કિંમત 2,57,480 રૂપિયા પહોંચી છે. અગાઉ 29 જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર 4 લાખ રૂપિયાને પાર થઈ હતી. સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ MCX પર 1,43,991 રૂપિયા પર બંધ થયો હતો. આજે તેમાં 5,494 રૂપિયાનો ઉછાળો નોંધાતા માર્કેટની શરૂઆતમાં સોનાની કિંમત 1,49,485 રૂપિયા પહોંચી હતી. જોકે હાલમાં જ 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 1,93,096 રૂપિયા થઈ ગઈ હતી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026