રેલવેની અચાનક જાહેરાત... નાસભાગ અંગેની તપાસમાં 5 કારણ સામે આવ્યાં

February 16, 2025

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આમાંથી, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના અને એક હરિયાણાના છે. 

આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી. ઘટના સમયે, પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે હજારો શ્રદ્ધાળુઓ સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ અહેવાલ અને કેસ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, રેલવેએ કુંભ માટે એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેલવેએ ટિકિટ વેચાણમાં ભારે ધસારો જોયો તો એક વિશેષ ટ્રેન દોડાવવાનો અચાનક નિર્ણય કરી લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી.