અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત

August 04, 2025

અમદાવાદ : અમદાવાદમાં હત્યા પછી આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ માથામાં પથ્થર મારીને પતિની હત્યા કરીને ખુદ પણ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. મૃતકનું નામ મુકેશ પરમાર છે અને એ ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. હાલ આ મામલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પોહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૃતકનું નામ મુકેશ પરમાર અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા હિંસક રૂપ લેતે પત્નીએ મુકેશ પરમારના માથામાં પથ્થરો ઘા માર્યા હતા. તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પત્નીએ ઘરે આવીને આપઘાત કરીને જીવન ટુંકાવી લીધું હતું.