પાકિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ, બે સુરક્ષાકર્મીઓના મોત, 19 ઘાયલ

May 28, 2023

અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં શનિવારે આત્મઘાતી વિસ્ફોટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરક્ષાદળોના બે જવાનો શહીદ થયા છે અને અન્ય 19 ઘાયલ થયા છે. આ ઘટના આદિવાસી જિલ્લામાં બની હતી. આત્મઘાતી બોમ્બર બાઇક પર સવાર હતો અને તેના પર વિસ્ફોટક લઈને આવ્યો હતો. તેણે સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવ્યું છે.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનાં ઈન્ચાર્જ ઈનાયતુલ્લા ટાઈગરે જણાવ્યું કે સુરક્ષા દળોનો કાફલો દક્ષિણ વજીરિસ્તાન તરફ જઈ રહ્યો હતો. જ્યારે જવાન ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાનાં ચાકન વિસ્તારમાં પહોંચ્યો ત્યારે હુમલાખોરે તેના પર હુમલો કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય 19 ઘાયલ થયા હતા. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને પેશાવરની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.