સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત
June 02, 2026
સુરત : સુરતના સરથાણાના યોગીચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી, બાદમાં પોતે પણ એસિડ પી લેતા માતા-પુત્ર બંનેના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકના જન્મ (ડિલિવરી) બાદ માનસિક સ્થિતિ બગડતા મહિલાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ચાર મહિના પહેલાં જ તેણે એક માસૂમ દીકરા રીશાનને જન્મ આપ્યો હતો. ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની તબીબી દવાઓ પણ ચાલી રહી હતી. બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. તેની સતત લથડતી તબિયતને કારણે પરિવાર પણ ભારે ચિંતામાં હતો. માનસિક તણાવ એટલો હદ સુધી વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી.
પહેલી જૂનના રોજ સાંજના સમયે ધારા પોતાના 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી દીધું અને ત્યારબાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેએ દમ તોડી દીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026