'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે..' ભારત-પાકિસ્તાનમાં તંગદિલી વચ્ચે અમેરિકાનું નિવેદન

April 30, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાકી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. તેમજ હુમલા બાદ પાકિસ્તાન સામે કરેલી કડક કાર્યવાહીના કારણે પાકિસ્તાન ડરી રહ્યું છે. એવામાં હવે બંને દેશના આ મામલામાં અમેરિકાની એન્ટ્રી થઇ છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.  યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, 'અમેરિકા બંને દેશોના સંપર્કમાં છે. અમે આ અંગે એક નોંધ પણ આપી છે. તેથી જ અમે કાશ્મીરની પરિસ્થિતિ અંગે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કરી રહ્યા છીએ.' યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે વધુમાં જણાવ્યું હતું કે, 'યુએસ સ્ટેટ સેક્રેટરી બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે. અમે તે વિસ્તારમાં થઈ રહેલા ડેવલપમેન્ટ સામે પણ નજર રાખી રહ્યા છીએ અને જેમ તમે જાણો છો, અમે ભારત અને પાકિસ્તાનની સરકાર સાથે અનેક સ્તરે સંપર્કમાં છીએ. અમે ચોક્કસપણે તમામ પક્ષોને યોગ્ય ઉકેલ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. દુનિયા આ જોઈ રહી છે.' અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરવાની આશા રાખે છે. તેઓ અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને વિદેશ મંત્રીને આ મુદ્દા પર દેશોનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.