ક્રીમિયામાં રશિયાના મહત્ત્વના ઓઈલ ટર્મિનલને ટાર્ગેટ બનાવ્યું : યુક્રેન

October 08, 2024

છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધે હજી કોઈ નિર્ણાયક પડાવ પર નથી આવ્યું. પરંતુ આ દરમ્યાન યુક્રેનના સૈન્યએ દાવો કર્યો છે કે તેને ક્રીમિયામાં રશિયાના મહત્ત્વના ઓઈલ ટર્મિનલને ટાર્ગેટ બનાવ્યું છે. જ્યાંથી રશિયાની સેનાને યુદ્ધમાં ઓઈલનો પુરવઠો મળતો રહે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્કીએ કહ્યું કે, યુદ્ધ હવે મહત્ત્વના તબક્કામાં એન્ટ્રી કરી ચુક્યું છે. સોશિયલ મીડિયાથી જણાવ્યું કે, સૈન્ય અને આર્થિક શક્યતાઓ પર ઘા કરવાનો રશિયાનો ઈરાદો છે.

ફિઓડોસિયામાં તૈનાત રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે સવારે કાળા સમુદ્રના કિનારે ટર્મિનલમાં આગ ફાટી નીકળી હતી, પરંતુ તેનું કારણ જાહેર કર્યું નથી. યુક્રેન તેના ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂકેલા યુદ્ધમાં રશિયાના કબજા હેઠળના મુખ્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. તેણે લાંબા અંતરના ડ્રોન વિકસાવ્યા છે, જેનો ઉપયોગ ઓઈલ ડેપો અને ઓઇલ રિફાઇનરીઓ તેમજ શસ્ત્રાગારો પર હુમલો કરવા માટે કરવામાં આવે છે.