ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય, દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઈટ વૉશ
November 26, 2025
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું. જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ કરવામાં દ.આફ્રિકા સફળ રહી હતી. આ સાથે ભારતે દ.આફ્રિકા સામે 2-0થી શ્રેણી ગુમાવી દીધી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 30 રને હાર્યું હતું અને બીજી ટેસ્ટમાં પણ 408 રને કારમા પરાજયનો સ્વાદ ચાખ્યો હતો. ઘરઆંગણે આ ટીમ ઈન્ડિયાની સૌથી શરમજનક હાર છે. પહેલી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે દ.આફ્રિકાએ બીજી ઇનિંગમાં 206/5 પર દાવ ડીક્લેર કરીને ટીમ ઈન્ડિયાને 549 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 140 રનમાં ધરાશાયી થઈ ગઇ હતી. જાડેજા સિવાય કોઈ બેટર દ.આફ્રિકાના બોલર્સ સામે ટકવામાં સફળ રહ્યો નહોતો. એકમાત્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં તે પણ 54 રને આઉટ થઇ જતાં ટીમ ઈન્ડિયાનું પતન થયુંં. બીજી ઇનિંગમાં 140 રનમાં સમેટાઇ જતાં દ.આફ્રિકાનો 408 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાનો આ શરમજનક પરાજય હતો. ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો વોશિંગ્ટન સુંદરના રૂપમાં લાગ્યો હતો. જે 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના બાદ બેક ટુ બેક નીતિશ રેડ્ડી પણ હાર્મરનો શિકાર બની જતાં 0 રન પર આઉટ થઇ ગયો હતો. એકમાત્ર રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં 54 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા ધીમે ધીમે પરાજય તરફ આગળ ધપી રહી હતી. સાંઈ સુદર્શન પણ 139 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. આ સાથે હવે ક્રીઝ પર વોશિંગ્ટન સુંદર અને જાડેજાએ કમાન સંભાળી હતી. 2000ની વાત કરીએ હેન્સી ક્રોનિએના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ ભારતને 2-0થી ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યું હતું. ત્યારે પહેલી મેચ મુંબઈમાં રમાઈ હતી જે આફ્રિકન ટીમ 4 વિકેટે તો બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાઈ હતી ત્યારે એક ઈનિંગ અને 71 રને મેચ જીતી હતી. હવે ટેમ્બા બાવુમાએ હેન્સી ક્રોનિએના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને આ સાથે 25 વર્ષ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું વ્હાઈટ વૉશ કરવામાં ટીમ સફળ રહી છે. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ત્યારે મૂકાઈ હતી જ્યારે રિષભ પંત પણ 13 રન બનાવીને હાર્મરનો શિકાર થયો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 60/5 થઇ ગયો હતો.
ભારતની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસ્વાલ માત્ર 13 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માર્કો યાનસનના બોલ પર વિકેટકીપર કાઈલ વેરેને તેમનો કેચ પકડ્યો હતો. થોડા સમય બાદ, કેએલ રાહુલ પણ 6 રનના સ્કોર પર સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. પાંચમા દિવસની રમત જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર 27/2 હતો. દિવસની શરૂઆત પણ ખરાબ રહી અને સ્કોરબોર્ડમાં માત્ર 13 રન જ ઉમેરાયા હતા ત્યાં કુલદીપ યાદવ 5 રન બનાવીને સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા. એ જ ઓવરમાં (24મી ઓવર) ધ્રુવ જુરેલ પણ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, કેપ્ટન ઋષભ પંતે થોડો આક્રમક મિજાજ બતાવ્યો અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 58 સુધી પહોંચાડ્યો. જોકે, તે પણ 13 રનના અંગત સ્કોર પર હાર્મરના બોલ પર મળેલા એક્સ્ટ્રા બાઉન્સના કારણે એડન માર્કરમને કેચ આપી બેઠા હતા.
ભારતની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસ્વાલ માત્ર 13 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માર્કો યાનસનના બોલ પર વિકેટકીપર કાઈલ વેરેને તેમનો કેચ પકડ્યો હતો. થોડા સમય બાદ, કેએલ રાહુલ પણ 6 રનના સ્કોર પર સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. પાંચમા દિવસની રમત જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર 27/2 હતો. દિવસની શરૂઆત પણ ખરાબ રહી અને સ્કોરબોર્ડમાં માત્ર 13 રન જ ઉમેરાયા હતા ત્યાં કુલદીપ યાદવ 5 રન બનાવીને સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા. એ જ ઓવરમાં (24મી ઓવર) ધ્રુવ જુરેલ પણ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, કેપ્ટન ઋષભ પંતે થોડો આક્રમક મિજાજ બતાવ્યો અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 58 સુધી પહોંચાડ્યો. જોકે, તે પણ 13 રનના અંગત સ્કોર પર હાર્મરના બોલ પર મળેલા એક્સ્ટ્રા બાઉન્સના કારણે એડન માર્કરમને કેચ આપી બેઠા હતા.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય...
09 October, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકી...
08 October, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ...
08 October, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્...
08 October, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાન...
08 October, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વ...
08 October, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ...
07 October, 2026
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડ...
07 October, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા...
07 October, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચ...
06 October, 2026