એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા
February 06, 2026
દિલ્હી- એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે. આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના 70 ટકા વિમાનો ટેકનિકલ રીતે બીમાર છે. કેન્દ્ર સરકારે માહિતી આપી કે, તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ટેકનિકલ સમસ્યાઓ એર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે. સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ગરબડ થવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, વારંવાર થતી ખામીઓના સંદર્ભમાં ઈન્ડિગોના 405 વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં 148 વિમાનોમાં વારંવાર ગરબડ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, સ્પાઈસ જેટના 43 વિમાનોમાંથી 16 માં વારંવાર ગરબડ હોવાનું જાણવા મળ્યું છે. આંકડા અનુસાર, તપાસવામાં આવેલા 32 વિમાનોમાંથી કુલ 14 અકાસા એર વિમાનોમાં પણ ખામીઓ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, એવિએશન સેફ્ટી રેગ્યુલેટર 'ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન' (DGCA) એ પણ 3,890 સર્વેલન્સ નિરીક્ષણો કર્યા હતા. મંત્રીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે આવી માત્ર 353 ઘટનાઓ બની હતી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026