તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રાજીનામું આપ્યુ

March 18, 2024

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રાજીનામું આપી દીધું છે. તેમની પાસે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ છે. એવું માનવામાં આવે છે કે તેમણે ચૂંટણી લડવા અને રાજકારણમાં ફરીથી પ્રવેશ કરવા માટે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. સુંદરરાજન 2019 સુધી તમિલનાડુ ભાજપના પ્રમુખ હતા. સપ્ટેમ્બર 2019માં તેમની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હત કિરણ બેદીને હટાવ્યા બાદ તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી અનંતની પુત્રી સુંદરરાજને રાજ્યપાલ બનાવતા પહેલા બે દાયકાથી વધુ સમય ભાજપમાં વિતાવ્યો હતો. સુંદરરાજન ભાજપના તમિલનાડુના પૂર્વ અધ્યક્ષ હતા. તેઓ 2024માં તમિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેમણે દિલ્હીમાં રાજીનામું આપી દીધું છે. ભાજપ દ્વારા જાહેર થનારી ત્રીજી યાદીમાં તેમનું નામ હોવાની શક્યતા છે. તેમણે સોમવારે સવારે રાષ્ટ્રપતિને પોતાનો પત્ર મોકલ્યો હતો જે સાંજ સુધીમાં સ્વીકારી શકાશે. ગવર્નર બન્યા બાદ સુંદરરાજન ચૂંટણીના રાજકારણમાં પરત ફરશે.