Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મહારાષ્ટ્રમાં ભાજપ માટે ટેન્શન : શિંદેના રાજીનામા બાદ સમીકરણો બગડતા સરકાર બનાવવામાં ડખા

November 26, 2024

મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધન એટલે કે મહાયુતિને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળી છે. જોકે હવે મુખ્યમંત્રી પદને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. એવામાં એકનાથ શિંદે ભાજપથી નારાજ હોવાની પુષ્ટિ NDA નેતા રામદાસ આઠવલેએ કરી છે. તેમણે કહ્યું છે, કે 'ભાજપ હાઇકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાનું નક્કી કર્યું છે. પણ એકનાથ શિંદે નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે જલ્દી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. મને નથી લાગતું કે ભાજપ હવે માનશે કારણ કે તેમણે વધારે બેઠકો પર જીત હાંસલ કરી છે.'  કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું હતું, કે 'એકનાથ શિંદેએ અઢી વર્ષ સારું કામ કર્યું છે. ચૂંટણી જીતવામાં તેમનો પણ સારો રોલ હતો. પરંતુ હવે તેમણે બે ડગલાં પાછળ આવવું જોઈએ. ફડણવીસ તેમના માટે ચાર ડગલાં પાછળ આવ્યા અને ડેપ્યુટી CM બન્યા હતા. શિંદેએ મુખ્યમંત્રી પદ છોડીને ડેપ્યુટી CMનું પદ સ્વીકારવું જોઈએ અથવા તો કેન્દ્રમાં આવી જવું જોઈએ. જો તેઓ નારાજગી નથી છોડતા તો ભાજપે અજિત પવાર સાથે મળીને સરકાર બનાવવી જોઈએ.'  રામદાસ આઠવલેએ ભાજપ હાઇકમાન્ડને અપીલ કરી છે કે જે પણ નારાજગી હોય તેને જલ્દી જ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. નહીંતર લોકોમાં ખરાબ છવિ ઊભી થશે.